ઘણી ખરી વાતો મેં તને કહી જ નથી
મારા જેવી તકલીફ તે ક્યારેય સહી જ નથી
તને લાગે છે ફક્ત તું દુઃખી થઈ ને જીવે છે
અરે મારી આંખો મરતા મરતા પણ તારી રાહ જોવે છે
અને તું કહે છે મને તારી પડી નથી
મારા જેવી તકલીફ તે સહી જ નથી
કલાકો રાહ જોવડાવી તું મને મળવા આવતી
અને મારી થાકેલી આખો તને જોવા માટે તરસ્તી
અને તું કહે છે મેં તારી રાહ જોઈ જ નથી
સુ સમજે છે તું કે કફત તું એક જ મને ચાહનારી છે
મને તો આખી દુનિયા ચાહવા બેઠી છે
પણ મને તારા વગર ની દુનિયા ક્યારેય ગમી જ નથી
મારા જેવી તકલીફ તે ક્યારેય સહી જ નથી
તું તારા નવા સબંધો માં ખુશ હશે
કદાચ મારા વિચારો પણ તારા થી દુર હશે
પણ હુંજ મૂરખ છું કે તારા વગર ની જિંદગી હવે જીવવી નથી
ઘણી ખરી વાતો છે મેં તને કયારેય કહી જ નથી
Credit By - Lagani No Chalkav Akshay Bhai
No comments:
Post a Comment